Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પ્રયાસ નિષ્ફળ જેતપુર પાવી પોલીસે એમ્બ્યુલન્સમાંથી ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પ્રયાસ નિષ્ફળ જેતપુર પાવી પોલીસે એમ્બ્યુલન્સમાંથી ₹5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

જેતપુર: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂની હેરાફેરીના પ્રયત્નો થવા છતાં પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ દ્વારા આવા કૃત્યો ઉપર નખ દબાવી રહી છે. આજે સવારે પેટ્રોલિંગ દરમિયાન જેતપુર પોલીસે એક શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એમ્બ્યુલન્સની અંદરથી વિદેશી દારૂની મોટી માત્રામાં બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, દારૂની હેરાફેરી કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જેથી પોલીસની નજરમાંથી બચી શકાય.

પોલીસે ડ્રાઇવરાને કાબૂમાં લઈ દારૂ અને એમ્બ્યુલન્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જપ્ત થયેલા મુદ્દામાલની કિંમત નીચે મુજબ છે:

વિદેશી દારૂ: ₹2,55,200

એમ્બ્યુલન્સ: ₹2,50,000
કુલ મુદ્દામાલ: ₹5,05,200

જેતપુર પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને દારૂ સપ્લાય ચેઈન વિશે વધુ વિગતો મેળવવા માટે આરોપીની પૂછપરછ ચાલુ કરી છે. પોલીસે તપાસને વધુ વિસ્તૃત કરવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

Related posts

નસવાડીમાં રામનવમી નિમિત્તે ABVP દ્વારા રક્તદાન શિબિર, યુવાનોમાં ઉત્સાહ

admin

છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરાઇ

admin

મધ્યપ્રદેશ રાજ્યના વન અને પર્યાવરણ અનુસૂચિત જાતિ કલ્યાણ મંત્રી નાગરસિંહ ચૌહાને છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાના નિવાસ્થાને તેઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

admin

Leave a Comment