32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર તથા મકરપુરા પોલીસ સ્ટેશનના બીન વારસી વાહનોની હરાજી યોજાઈ

માનનીય ડીજીપી સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની સુચનાનુસાર, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનો ખાતે પડ્યા રહેલા બીન વારસી વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં કુલ 25 વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના 17 વાહનોની બેઝ પ્રાઇઝ રૂ. 93,200 હતી, જેની હરાજી કિંમત રૂ. 1,46,000 સુધી પહોંચી હતી. બીજી તરફ, માંજલપુર પોલીસ સ્ટેશનના 8 વાહનોની બેઝ પ્રાઇઝ રૂ. 30,500 હતી, જેને રૂ. 46,000ની હરાજી કિંમત મળી.

હરાજી પ્રક્રિયા બાબતે એસીપી શ્રી પ્રણવ કટારીયાએ વિગતવાર માહિતી આપી હતી.

આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વારસદારો વિહોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે.

Related posts

કંપની માંથી છુટી વડોદરા પરત ફરી રહેલા 5 કામદારોને નડ્યો અકસ્માત

admin

સાવલી તાલુકાના લાંછનપુરાની મહિલાને પાણીની મોટર પર વિજકરન્ટ લાગતાં મહિલાનું મોત

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment