વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે પૂરગ્રસ્ત સમસ્યા ઊભી થઈ હતી. જેને લઈને રાવપુરા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર ૧૪ માં આવેલ રામનાથ તળાવ અને ચોખંડી નાની શાકમાર્કેટ પાસે આવેલ રૂપારેલ કાસનું નિરીક્ષણ તેમજ રામનાથ મંદિર વિસ્તારના તળાવનું વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.તેમની સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર પૂર્વ વિભાગ સુરેશ તુવેર, કાર્યપાલક ઈજનેર નિલેશ પરમાર , પાણી પુરવઠા અધિકારી ધાર્મિક દવે ,કાઉન્સિલરો અને વોર્ડ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દંડક દ્વારા અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી હતી.

