41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતમાં એક શિક્ષિકા બેન 6 વર્ષથી અમેરિકામાં છે. ત્યારે તંત્રએ તેઓ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી વસાહત આવેલી છે. જેમાં નર્મદા વિસ્થાપિતો રહે છે. ધોરણ 1 થી 5 ની શાળા ચાલે છે. જેમાં બે શિક્ષકોનું મહેકમ છે. જ્યારે આ શાળાના આચાર્યના જણાવ્યા મુજબ મારી શાળાની એક શિક્ષિકા બેન જાગૃતિબેન ગોપાલદાસ શાહ છેલ્લા 6 વર્ષથી અમેરિકામાં છે. ત્રણ માસની રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા નથી. અને અમેરિક માં તેઓએ નાગરિત્વ મેળવી લીધું છે. જ્યારે વારંવાર નોટિસ આપવા છતાંય કોઇ જવાબ મળ્યો નથી. છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ છ વર્ષથી કુંભ કર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે. 6 6 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માણનાર શિક્ષણ વિભાગ સામે સરકાર પગલા ભરશે. જ્યારે આદીવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટ વાળી શાળામા 6 વર્ષ થી એકજ શિક્ષિકા બેન ધોરણ 1 થી 5 ના બાળકોને અભ્યાસ કરાવે છે. અને એકજ રૂમમાં બેસાડે છે. આવા અંધેર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલા ભરે તેવી આદિવાસી સમજની માંગ છે.

Related posts

૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન યોગ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે શુભેચ્છા મુલાકાત કરી.

admin

જેતપુર પાવી તથા કરાલી પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

Leave a Comment