છોટાઉદેપર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપે વસાહત ખાતે ફિલ્ટર વાળું પાણી કરીને આસપાસના ગામોમાં પૂરું પાડવામાં આવે છે. અને ગામડે ગામડે પાઇપલાઇન કરવામાં આવેલ છે. આનું સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે. જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન રીપેરીંગ કરવા માટે તેમજ પાઇપલાઇનના વાલ રીપેરીંગ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચનું ટેન્ડર બહાર પાડે છે. પરંતુ બોડેલી તાલુકાના કુંડી ગામે હજારો લીટર ફિલ્ટર વાળું પાણી ઢોળાઇ રહ્યું છે. લાઈનમાં વાલ લીકેજ છે. પરંતુ તેને જોનાર કોઈ નથી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણી બચાવના ભિત સૂત્રો મારે છે. ત્યારે તેઓની લાઈન માંથી પાણી ઢોળાતું હોય તેને અટકાવી શકતા નથી. અને હજારો લીટર પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી. ત્યારે ગામ લોકો લાઈન રીપેરીંગ કરવા માટેની માંગ કરી રહ્યા છે.

