વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ના નેતૃત્વમાં આન બાન શાન સાથે તિરંગા યાત્રા નિકળી હતી. તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નિકળીને ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી હતી. ગાંધી નગર ગૃહ ખાતેની ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી બાદ યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. વડોદરામાં હજારોની સંખ્યામાં જનમેદનીને જોઇને ગૃમંત્રીએ કહ્યું કે, આખુ શહેર ચારેય દિશામાં તમામે મળીને ભારત માતાની જયનો નારો લગાવ્યો હતો.
વડોદરામાં આયોજિત તિરંગા યાત્રાના અંતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા જોડે વાત કરતા જણાવ્યું કે, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હરઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યા છે

