40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલું સંતોષી ફળિયા ઝંડો ચોક કિશન વાડી ખાતે વિઠ્ઠલજી મંદિરમાં ભંડારાનું આયોજન

વડોદરા: સંતોષી ફળિયા ઝંડો ચોક કિશન વાડી ખાતે આવેલા વિઠ્ઠલજીના મંદિરમાં ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 18 વર્ષથી સતત અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન વિઠ્ઠલજીની કૃપા પ્રાપ્ત કરે છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં વિઠ્ઠલજીના બે મહત્વપૂર્ણ મંદિર આવેલાં છે—એક માંડવી ખાતે અને બીજું સંતોષી ફળિયા ઝંડો ચોક કિશન વાડી ખાતે.

વિઠ્ઠલજી મંદિરમાં આયોજિત ભંડારામાં ભક્તજનો માટે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, અને મંદિરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભંડારાના સફળ આયોજન માટે ભક્તોએ અને સેવા સમિતિના સભ્યોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

Related posts

જમીન પર લેન્ડગ્રેબીગ અંગે જમીનની તપાસ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

વડોદરા મહાનગરપાલિકામાં વધતી પાર્કિંગ સમસ્યાનો ઉકેલ લાવવા માટે 19 ટીપી સ્કીમ પ્લોટ્સ પર ‘પે એન્ડ પાર્ક’ સુવિધા શરૂ કરાશે

admin

દશામાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાના મુદ્દે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી

admin

Leave a Comment