27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર સી.આર.સી.કક્ષાએ “ગરવી ગુજરાત”થીમ પર કલા ઉત્સવ યોજાયો.

જી.સી.આર.ટી, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા માર્ગદર્શન હેઠળ ભીલપુર સી.આર.સી.,આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટાઉદેપુર તાલુકાની ભીલપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય તેમજ સંગીતમાં ગાયન અને વાઘ કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યો ના વિકાસના ભાગરૂપે આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જી.સી. આર.ટી,ગાંધીનગર દ્વારા આ વખતે કલા ઉત્સવની થીમ ‘ગરવી ગુજરાત’ છે જેમાં ના નામ રાખવામાં આવ્યુ છે ગુજરાત રાજ્ય ની વિવિધ કલાઓ સંસ્કૃતિ,કવિઓ, સ્થાપત્યો, ઐતિહાસિક વરસો,કુદરતી વરસો, સાહિત્ય, તહેવારો, મેળાઓ,હસ્ત કલાઓ વીરાંગનાઓ,ભાષા,નૃત્ય વગેરે બાબતોને ધ્યાને રાખીને ભિલપુર કલસ્ટરની 7 જેટલી પ્રાથમિક શાળાના પોરણ- ૬ થી ૮ ના 28 વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન નીચે પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી કલા ઉત્સવમાં પોતાની ઉત્કૃષ્ઠ કલા અને સ્વ નિર્મિત સાહિત્યિક રચનાઓ રજૂ કરી હાજર જનો સૌને આશ્વર્યચકિત કર્યા હતા. વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર 12શિક્ષકોની હાજરી નોંધપાત્ર રહી હતી. ચિત્ર સ્પર્ધામાં અછાલાપ્રાથમિક શાળા મિશાબેન રાઠવા પ્રથમ નંબર, ભીલપુર પ્રાથમિક શાળા ધારાબેન રાઠવા બીજો નંબર , અછેટા પ્રાથમિક શાળા જયેન્દ્રભાઈતૃતીય ક્રમ મેળવ્યો હતો. બાળ કવિ ગાન સ્પર્ધામાંઅછાલા પ્રા.શાળાના વિદ્યાર્થી પિંકાબેન હેમસિંગ પ્રથમ નંબર ભીલપુર ઉચ્ચ પ્રા.શાળાની રીતલબેન ભરતભાઈ દ્વિતીય અને ઝીઝરવાણી પ્રા. શાળાના રસ્મિતાબેન રાઠવા તૃતીય નંબર મેળવ્યો હતો. સંગીત ગાયન સ્પર્ધામાં અછાલા પ્રા.શાળાની વિદ્યાર્થીની કાજલબેન નાયકા પ્રથમ નંબર, ભીલપુર પ્રા.શાળાની નિશાબેન જમનાભાઈરાઠવા દ્વિતીય અને ઓડ પ્રા શાળા રાઠવા રિયલબેન ત્રીજા નંબર, ગીત વાદન સ્પર્ધામાં ભીલપુર પ્રાથમિક શાળા હરીજન સાહુલભાઈ ગોવિંદભાઈ પ્રથમ નંબર, ઓડ પ્રાથમિક શાળા હરીજન રાજનભાઈ દિલીપભાઈ બીજો નંબર, અછાલા પ્રાથમિક શાળા નાયકા વિષ્ણુભાઈ એસ ત્રીજો નંબર મેળવ્યો હતો. ગરવી ગુજરાત થીમ આધારિત ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા તથા સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ નંબર ને ૩૦૦રૂપિયા બીજો નંબર મેળવનારને ૨૦૦રૂપિયા, ત્રીજો નંબર મેળવનાર ને ૧૦૦ રૂપિયાવિદ્યાર્થીઓને રોકડ રકમ તેમજ વસ્તુ સ્વરૂપે ઈનામ, પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં . તમામ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ ભાગ લેશે. કલા ઉત્સવના નિર્ણાયક તરીકે ભીલપુર પ્રા શાળાના રામસીંગભાઈ રાઠવા રમીલાબેન રાઠવા,અછાલા પ્રાથમિક શાળાના પ્રવિણકુમાર પટેલિયા, સંજયભાઈ રાઠવા ,ઓડ પ્રાથમિક શાળાના વિનોદભાઈ ચૌહાણ ,માલુ પ્રાથમિક શાળાના ગંગાબેન, ઝીંઝરવાણી પ્રાથમિક શાળાના નગીનભાઈ ,અછેટા પ્રાથમિક શાળાના હિંમતભાઈ , ગુંગાવડા પ્રાથમિક શાળાના દિલીપભાઈ,એ નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. સી.આર.સી. કો. ઓર્ડિનેટર પંચાલ હિરેનકુમાર એસ દ્રારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું.

Related posts

“આ દરીંદા કોઈપણ ખુણામાં હશે પકડી પાડીશું” હર્ષ સંઘવી જાહેરમાં ભાવુક થયા!

admin

નકલી IT ઓફિસર બની 15 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

admin

ડભોઇ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા

admin

Leave a Comment