27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ

વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.

મોકસી ગામ નજીક રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ડામર સહિતનું કાચું રો મટિરિયલ આવે છે અને તેમાં પ્રોસેસ કરી તેને બેરલમાં ભરવામાં આવે છે. આજે બપોરના સમયે એક ટેન્કર ડામર ભરીને આવી હતી. ટેન્કરમાં ડામર જામ થઈ જતા તેને કાઢવા માટે ટેન્કરને ગરમ કરવામાં આવતું હતું પરંતુ ભૂલથી ટેન્કરનો ઢાંકણું ખોલવાનું રહી ગયું હતું.ટેન્કર ગરમ થવાથી તેમાં ગેસ ઉત્પન્ન થતા પ્રચંડ ધડાકા સાથે ટેન્કર ફાટી હતી અને પાછળના ભાગે ઉભેલો ચાલક, ક્લિનર તેમજ એક મજૂર સહિત ત્રણના કરુણ મોત થયા હતાં. મળતી માહિતી મુજબ હાલ ચોમાસાની સિઝન હોય ડામરનું કામ ઓછું ચાલતું હોવાથી કંપનીમાં કામદારો ઓછા હતા નહીં તો મૃત્યુ આંક વધુ હોત તેવી શક્યતા હતી.

Related posts

રસ્તા ઉપર ખાડાઓ પડી જતા સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો

admin

ક્રોધ કો પાલના શીખ ! કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતાં કાર્યવાહી કરવા માંગ ઉઠી

admin

વડોદરા શહેરમાં તા.૧ થી ૩ ઓકટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદીન અલ્ગારૂફ અમીરમીયા રિફાઈ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

admin

Leave a Comment