વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી સોની, ધારાસભ્ય યોગેશ પટેલ તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા પ્રકાશ મણી દાદી જેમની 18મી પુણ્યતિથી નિમિતે 25 ઓગસ્ટ વિશ્વ બંધુત્વ દિવસ તરીકે બનાવવામાં આવે છે.જેને લઇ આજે બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે.પી સોની તથા ધારાસભ્ય યોગેશ પટેલ તથા સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આવેલા મહાનુભાઓ એ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.જે અંતર્ગત પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરતા આશરે 100 જેટલા યુનિટ નોધાયા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભાઇઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કર્યુ હતુ.

