Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ, 23 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત

છોટાઉદેપુર જિલ્લામાં આજથી ધોરણ 10 તથા ધોરણ 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના સાત તાલુકાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પરીક્ષા આપી રહ્યા છે.

વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર કુમકુમ તિલક કરી અને ફૂલ અર્પણ કરીને શુભેચ્છા સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લામાં ધોરણ 10 માટે 17 પરીક્ષા કેન્દ્રો અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 11 પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં 1201 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર, છોટાઉદેપુર અને કદવાલ તાલુકાઓમાં ધોરણ 10 માટે 13,743 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 8,611 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,278 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

આ રીતે જિલ્લામાં કુલ 23,632 વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં સામેલ થયા છે. જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે યોજાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Related posts

બોડેલી તાલુકાના સરગી, પાણેજ અને કોસીન્દ્રા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા

admin

ઝીરો બજેટ આધારિત પ્રાકૃતિક કૃષિને સાચા અર્થમાં સાર્થક કરતા ગોયાવાંટના રમણભાઈ

admin

પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

admin

Leave a Comment