33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કરતા છોટાઉદેપુરના બોડી બિલ્ડર હુમાયુ મકરાણી દુબઇ ખાતે યોજાયેલી ICN PRO MEN’S PHYSIQUEમાં ઓવરઓલ ટાઇટલ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા.

કોઈપણ વ્યક્તિ તેનું લક્ષ્ય ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે, બસ જરૂર છે સતત પ્રયત્ન અને દૃઢ મનોબળની. આવી જ વાત છે છોટાઉદેપુરના યુવા બોડી બિલ્ડર સઈદ અલી ઉર્ફે હુમાયુ મકરાણીની. હુમાયુ મકરાણીએ વર્ષ ૨૦૧૪થી બોડી બિલ્ડિંગ માટેની શરૂઆત કરી હતી. શરૂઆતમાં દરરોજ બે કલાક વર્કઆઉટ કરતા હતા. પહેલેથી જ ભારતીય સેનામાં જોડાવાનું સપનું હતું. તેથી વર્ષ ૨૦૧૬માં ઇન્ડિયન આર્મીમાં જોડાયા. પરંતુ, બોડી બિલ્ડિંગના સ્વપ્નને સાકાર કરવા તેમણે વર્ષ ૨૦૧૯માં આર્મીની નોકરી છોડીને કોઈ પણ કોચ વગર જાતે બોડી બિલ્ડીંગ માટે તૈયારી કરી હતી.૨૦૨૧માં કોચની જરૂર જણાતા ચંદીગઢના પ્રિયામ મહાજનને કોચ તરીકે પંસદ કર્યા.જે હાલ તેમના કોચ છે. હુમાયુએ દુબઈ ખાતે આઇ.સી.એન. દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની PRO MEN’S PHYSIQUE માં ઓવરઓલ ટાઇટલ જીતીને આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે. હવે આવનારા સમયમાં ઓસ્ટ્રેલિયા ખાતે સ્પર્ધામાં ભાગ લેશે. હુમાયુ મકરાણી જણાવ્યું કે, આ ફિલ્ડ સખત મહેનત માંગી લે છે. હું વર્ષ ૨૦૧૪થી બોડી બિલ્ડીંગ સાથે જોડાયેલો છું.મેં જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય ઉપરાંત તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. યુવાનોને સંદેશ આપતા તેમણે ઉમેર્યું કે, દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી એક કલાક સ્વાસ્થ્ય માટે ફાળવી જોઈએ તથા પોતાનું ડાયટ જાળવવું જોઈએ. જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે, પરંતુ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમણે યુવાનોને ખોટા રસ્તે ન જવા અપીલ કરી હતી.

Related posts

Обзор казино с бонусом без депозита

admin

Révolutionner le gameplay au StoneVegas Casino

admin

નવરાત્રી પર્વ ના શુભ દિવસે વડોદરા શહેરના ગોત્રી-સેવાસી રોડ વિસ્તારમાં એટીકેટી રેડીમેડ કપડાં ના શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

Leave a Comment