તાજેતરમાં વારસિયા પોલીસ મથકે ફરિયાદી પાસે 6 લાખની ખંડણીનો ગુનો નોંધાયો હતો. ફરિયાદી રસ્તા પર ઉભા હતા તે વખતે ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી પંજાબી , રાકેશ ભૉજાણી અને શૈલેષ ઉર્ફે છોટુ પટેલએ ફરિયાદીને લાફા મારી કારમાં બેસાડી અન્ય સ્થળે લઇ બીભત્સ વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને ફરિયાદીને વધુમાં ધમકી આપી હતી કે, આ વિસ્તારમાં રહી ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે. પોલીસે આ અંગે બીએનએસ કલમ 308-2, 119, 115,351,352 ,54 આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

