વડોદરામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,વડોદરાના મુજમહુડા રોડ પર પૂર ઝડપે દોડતી કારે બાઈકને અડફેટ લીધી હતી અને ત્યારબાદ અંદાજે 10 લોકોને પણ અડફેડે લેતા અફરાતફરી મચી ગઈ હતી.108ને જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા.

