વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં કાર અકસ્માતની ઘટના સામે આવી છે. કુંજ સોસાયટી નજીક કાર ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ઘર ની દીવાલ સાથે અથડાઈ ગઈ હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારના એરબેગ પણ ખુલી ગયા હતા, જેના કારણે અકસ્માત ગંભીર હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત વહેલી સવારે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવ બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.
હાલ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે વધુ વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

