ઝાલાવાડમાં પ્રથમ વરસાદે ચુડા તાલુકાનાં ગામડાઓમાં તારાજી સર્જી છે.
ચુડા પંથકમાં ભારે વરસાદ ઠેર ઠેર પાણી ભરાયાં છે.વિજ પુરવઠો ઠપ્પ થતાં તંત્ર દોડતુ થયું હતું..
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ચુડાનો વાંસળ ડેમ ઓવરફલો થતા પાણી છોડવામાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે…
ચુડા તાલુકાનાં ઝીંઝાવદર,છત્રિયાળા, વેળાવદર,રામદેવગઢ,ગોખરવાળા,ખાંડીયાસોનઠા ગામો સંપર્ક વિહોણા બનતા તંત્ર દોડતુ થયુ હતું..
ધારાસભ્ય કિરિટસિંહ રાણાએ ચુડા અસરગ્રસ્ત ગામડાઓનાં લોકો સાથે ચુડા તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં માટેની સુચનાઓ આપવામાં આપી હતી..

