33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

લીંબડી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો કોંગ્રેસ પાર્ટી પરાસ્ત.

લીંબડી નગરપાલિકા વોર્ડ નંબર 1 અને તાલુકા પંચાયત ઉંટડી બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો જંગી મતે વિજય થયો હતો.

આ બંને બેઠકોની લીંબડી સેવા સદન કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠક અને નગરપાલિકા વોર્ડ નંબર 1 પરની પેટા ચૂંટણી યોજાઈ હતી.

જેની મતગણતરી સેવા સદન કચેરી ખાતે યોજાઈ હતી.

લીંબડી નગરપાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની ડીપોઝીટ ડુલ કરીને ભાજપનાં હરદીપસિંહ વનરાજસિંહ ઝાલાને 1367 મત મળ્યાં હતાં અને કોંગ્રેસના ભરતભાઈ ટાંકોલિયાને 153 મત મળ્યા હતાં. અને હરદીપસિંહ ઝાલાનો 1234 મતે ભવ્ય વિજય થયો હતો.

જ્યારે તાલુકા પંચાયત ઉંટડી બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલભાઈ દેવજીભાઈ ચાવડાને 2193 મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવાર બેચરભાઈ પરમારને 223 મત મળ્યા હતા. અનિલભાઈ ચાવડાનો 1970 મતથી ભવ્ય વિજય થયો હતો.

તેમજ 61-લીબંડી વિધાનસભા વિસ્તારની સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠક પર ભાજપનાં ઉમેદવાર ગેલાભાઈ રણછોડભાઈ ઉધરેજાને 1875 મત મળ્યા હતાં અને ભવ્ય વિજય થયો હતો. તેમજ દિનેશભાઈ બચુભાઈ માદરણીયાને 548 મત મળ્યા હતા અને વજુભાઈ પુનાભાઈ સારલાને 433 મત મળ્યા હતાં.

આ ત્રણેય વિજેતા ઉમેદવારોનું લીંબડી ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય કિરિટસિંહ રાણા અને ભાજપના આગેવાનો સંગઠનોનાં હોદ્દેદારો દ્વારા હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજભા ઝાલા, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઇ સોયા, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજભાઈ રોજાસરા, ગોવિંદભાઇ લકુમ, માર્કેટયાર્ડ ચેરમેન અજીતસિંહ ટાંક,નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, દશરથસિંહ રાણા,વનરાજસિંહ બોરાણા, સંજયભાઈ અમદાવાદીયા, સંજયભાઈ જાદવ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડા ખાતે માનવ ટિફિન સેવા દ્વારા દરજી સમાજની વાડીમાં જરૂરિયાત મંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

admin

સુરેન્દ્રનગરનાં ચુડા પંથકમાં 10 થી વધુ ગામોમાં કૉઝવે તુટતા કેટલાક ગામો બન્યા સંપર્ક વિહોણા

admin

ચાંદીપુરા વાયરસનાં કહેર વચ્ચે ચુડાનું ખાંડીયા ગામ ગંદકીથી ખદબદી રહ્યું છે.

admin

Leave a Comment