Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સંખેડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના રાજ્ય બહારના છેલ્લા ચાર વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ……….

જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સંખેડા પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૯૨૧૦૧૯૮/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫-ઇ,૯૮(૨) મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી ધુંધરીયા ઉર્ફે સુદરીયાભાઇ ચિમાભાઇ તોમર રહે.છોટી ઉતાવળી તા.સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હાલ પાનવડ થી છોટાઉદેપુર આવનાર છે તેવી હકીકત મળેલ હોય જે બાતમી હકિકત આધારે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર વોચમાં હતા થોડા સમયબાદ ખાનગી વાહન માં ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ ધુંધરીયા ઉર્ફે સુદરીયાભાઇ ચિમાભાઇ તોમર રહે.છોટી ઉતાવળી તા.સોંઢવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)નો હોવાનું જણાવેલ જેથી સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે ચાર વર્ષ અગાઉ દારૂના કેસમાં તેનુ નામ ખુલેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ પર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એચઆઈવી ગ્રસ્ત બાળકો માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી.

admin

છોટા ઉદેપુર ફાયર વિભાગ દ્રારા કૂવામાં પડેલ વ્યક્તિનું સફળ રેસ્ક્યુ

admin

Leave a Comment