36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ગ્રામ્ય LCB પોલીસે ભરૂચ થી વડોદરા તરફ આવી રહેલા વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભરૂચ થી વડોદરા તરફ આવી રહેલા વિદેશી શરાબના જથ્થા ભરેલું કન્ટેનર ઝડપી પાડી 35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર લાકોદરા ગામના પાટીયા પાસે ભરૂચથી વડોદરા તરફના ટ્રેક ઉપર જિલ્લા એલસીબી દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું. ત્યારે ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરને રોકી તેમાં તપાસ કરતા દારૂ અને બિયરનો 25 લાખ રૂપિયાનો જથ્થો મળ્યો હતો. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત બે મોબાઈલ, કન્ટેનર, જીપીએસ સિસ્ટમ મળી 35.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ચાલક રમેશ ભાનુપ્રતાપ મિશ્રા રહે કોલખે, તાલુકો પનવેલ જીલ્લો રાયગઢ મહારાષ્ટ્રની અટકાયત કરી હતી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વાપીમાં રહેતા સંતોષ સરોજ નામના શખ્સે આ કન્ટેનર આપ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્રારા પોલીસ કમિશનરને જાણ કરતાં જ PCBની ટીમ કોતરમાં ધમધમતા દેશી દારૂ અડ્ડા પર તાત્કાલિક ધોરણે રેડ

admin

વડોદરા ઝોન-૩માં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું

admin

સ્વામિનારાયણ ભગવાનના 244મા જન્મજયંતિ પૂર્વે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment