Genius Daily News
Uncategorized

નવરાત્રી પર્વ દરમ્યાન યુવતીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ, તે અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં પત્રિકા વહેંચી મહિલાઓને જાગૃત કરાઈ.

હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ઠેર ઠેર રાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગરબા ગ્રાઉન્ડમાં યુવાધન મોડી રાત સુધી ગરબા ઘૂમે છે. મહિલાઓ અને યુવતીઓ મોડી રાત્રે ઘરે જતી હોય છે. તેવા સમયે યુવતીઓ એ કંઈ રીતની સતર્કતા રાખવી જોઈએ, જો કોઈ વાહન ન મળે તો ૧૮૧ નંબર ડાયલ કરી પોલીસને જાણ કરવી. મહિલાઓમાં જાગૃતિ આવે તેઓ સતર્ક રહી તહેવાર ઉજવે તે માટે છોટાઉદેપુર નગરના લાયબ્રેરી રોડ નવરાત્રી મહોત્સવ માં સુરક્ષા સેતુ સોસાયટી, છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પત્રિકાઓ વહેંચી બેનર લગાવવામાં આવ્યા હતા. લાયબ્રેરી રોડ સહિત તમામ ગરબા ચોકમાં છોટાઉદેપુર પીઆઈ પરમાર,એસઓજી પી.એસ.આઇ વી.એન.તડવી અને પોલીસ સ્ટાફ દ્વારા પત્રિકા વહેંચી સમજૂતી આપવામાં આવી હતી.

Related posts

ચાંદીપુર વાયરસ થી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરાવા માટે ડભોઇ નગરપાલિકા અને આરોગ્યતંત્ર કવાયત શરૂ કરી

admin

138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી સાત મીટરની સપાટી વાળા નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

admin

Free Spin Casino Site: A Comprehensive Guide to Online Betting

admin

Leave a Comment