ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના બૈડીયા ચેક પોસ્ટ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭૨,૯૬૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડીઝાયર જેનો રજી.નં.GJ-16-DK-7014 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

