વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પુરને કારણે વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા આ ભયાનક પુરને પગલે ભારે તબાહી પણ મચી હતી ત્યારે મોડી સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા ની મુલાકાતે આવ્યા હતા ભુપેન્દ્ર પટેલે પ્રમુખ સ્કૂલ ખાતે 200 થી વધુ પૂર અસરગ્રસ્તોને મળી સાંત્વના આપી હતી અને તમામ પ્રકારની મદદની ખાતરી પણ આપી હતી

