વડોદરાના ફતેગંજ પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવની ઉજવણી
વડોદરા શહેરમાં રંગે ચંગે ભગવાન શ્રીજી બાપ્પાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આન, બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રતિ વર્ષ જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહંત શ્રીઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું હતું. એવી જ રીતે છપ્પન ભોગનો પ્રસાદ દાતા દ્વારા અર્પણ કરાઈ બાપાના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આ સાથે અહીં 111 દીવાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અને વિવિધ ધાર્મિક આયોજનમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા.

