લોખંડી પુરુષ સરદાર સાહેબની ભૂમિ પર પ્રકૃતિપ્રેમનું અનોખા ઉદ્યાનની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી પટેલે આનંદની અનુભૂતિ કરી
રાજપીપલા, શનિવાર :- પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણને સમર્પિત એકતાનગર ખાતેનું રૂ. ૧૮.૬૮ કરોડના ખર્ચે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા – બોન્સાઈ ગાર્ડન નવા આકર્ષણ તરીકે વિકસિત થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તા. ૦૧ ઓક્ટોબર, ૨૦૨૫ નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા – બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી.
બોન્સાઈ ગાર્ડન જેવી પહેલ પર્યાવરણ અને સૌંદર્યનો અદભૂત સમન્વય પ્રસ્તુત કરતા ગાર્ડનની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનંદની અનુભૂતિ થઇ હતી. બોન્સાઈ ગાર્ડન પરિસર તથા પરિસરમાં વિવિધ જાતિના નાના વૃક્ષો અંગે ડીસીએફશ્રી અગ્નિશ્વર વ્યાસે મુખ્યમંત્રીશ્રીને માહિતી આપી હતી. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કુદરતી સંતુલન અને સજાવટનું અનોખું ઉદાહરણ રૂપ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રી ની મુલાકાત દરમિયાન વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમ.ડી. શ્રી મુકેશ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે SoU ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા અધ્યક્ષશ્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અને sou મુલાકાત દરમિયાન લીધેલ તસવીર સ્મૃતિ ચિન્હ સ્વરૂપે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીની બોન્સાઈ ગાર્ડનની મુલાકાત વેળાએ સાંસદશ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણીશ્રી નીલ રાવ, વડોદરા ઝોનના પોલીસ મહાનિદેશકશ્રી સંદીપ સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનાz સીઈઓશ્રી અમિત અરોરા, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, sou ના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

