છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસી વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ ગૌરી વ્રતના વ્રતનું સમાપન દિવાસાના દિવસે પૂર્ણ થાય છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં 9 દિવસ સુધી કુંવારિકાઓ વ્રત રાખે છે. અને ઘર માં જ એક ટોપલીની અંદર અલગ અલગ પ્રકારનું અનાજ નાખી તેને ઉગાળી ને તેની પૂંજા અર્ચના કરવામાં આવે છે. જ્યારે દિવાસાના દિવસે આ જવાળાની ટોપલી સાથે આખા ગામની કન્યાઓ નદી કિનારે ભેગી થાય છે. અને ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે. તે જવારાની ટોપલીઓ નદીમાં પધરાવવામાં આવે છે. અને ત્યારબાદ ઉપવાસ પૂર્ણ કરે છે. આદિવાસી વિસ્તારમાં અલગ અલગ દિવસે દિવાસાની ઉજવણી થાય છે. પરંતુ સૌથી મોટો તહેવાર દિવસો ગણવામાં આવે છે
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર