30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનાના કામના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની છ ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ………. જે અન્વયે આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ શકદાર ઇસમની તપાસમા હતા દરમ્યાન અમોને અંગત બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે, સદર છેતરપીંડીના ગુનામાં વડોદરા ખાતે રહેતા સતિષભાઇ અંબાલાલ જાદવ રહે.બાપોદ, ક્રુષ્ણકુંજ વુડાના મકાનમાં, વડોદરા શહેર, વડોદરાનાઓ સંડોવાયેલ છે અને સદર ઇસમ દારૂની હેરાફેરી તથા ચીટીંગ કરવાની ટેવવાળો છે અને તે દારૂ લેવા સારૂ તેની બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-06-QN-7154 ની લઇને તેજગઢ ઝોઝ થઈને એમ.પી. કઠ્ઠીવાડા તરફ જનાર છે. તેવી મળેલ બાતમી હકિકત આધારે તેજગઢ ઝોઝ રોડ ગરનાળા પાસે બંન્ને સાઇડે # ☆ આજુ બાજુ થોડા થોડા અંતરે-વોચમા ગોઠવાય ગયેલ અને થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત શ્ર ☆ બાતમી મુજબના વર્ણનવાળો ઇસમ તેજગઢ બજાર તરફથી ઝોઝ તરફ જતા રોડ ઉપર એક કાળા કલરની બજાજ પલ્સર મોટર સાયકલ લઇને આવતાં તેને તેની મોટર સાયકલ રોકવા સારૂ હાથ વડે ઇશારો કરતા તે પોતાની મોટર સાયકલ લઇને ભાગવા જતાં તે રોડ ઉપર ઉભી કરેલ આડશ * હોવાથી તે ભાગી શકેલ નહી અને તેને પકડી પાડી તેની અંગ ઝડતી કરતાં તેના પેન્ટના ખિસ્સા માંથી રોકડ રકમ રૂ.૬૦,૦૦૦/- તથા એક ટચ સ્ક્રિન મોબાઇલ ફોન VIVO કંપનીનો V-40-PRO મોડલનો મળી આવેલ.

જેથી સદરી ઇસમને તેની મોટર સાયકલના રજી નંબર અંગેના કાગળો માંગતા તે પોતાની પાસે નહી હોવાનું જણાવે છે. તેમજ પોતાની પાસેની રોકડ રકમ બાબતે પુછતાં તે ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હોય જેથી તેને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ અને ઉંડાણ પૂર્વક પુછ-પરછ કરતાં તેણે જણાવેલ કે,સદર રોકડ તેણે આજથી આશરે ત્રણેક દિવસ અગાઉ છોટાઉદેપુર વસેડી ખાતે આવેલ નાયરા પેટ્રોલ પંપ ઉપર દેવગઢ બારીયા બાજુના માણસોની સાથે ઓછા ભાવેR ☆ ☆ * ડિઝલ વેચાણ કરી તેઓને ડિઝલ ભરાવવા બોલાવેલ અને તેઓની પાસેથી રોકડ રકમ છે રૂ.૧,૦૦,૦૦૦/- પડાવી લઇને ચીટીંગ કરી પોતાની ઉપરોકત મોટર સાયકલ લઇને નાસી ગયેલ હતો * તે પૈસા પોતાની પાસે હોવાનું જણાવી સદર પૈસાથી તે દારૂની ખરીદી કરવા જતો હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઇસમને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કવાંટ તાલુકાના ખાંડણીયા અને નળવાંટ ગામે નદીમાં યુવાનો નદીમાં તણાઈ જતા મૃત્યુ પામેલ પરિવારને સહાય રૂપે સરકાર તરફથી ચાર – ચાર લાખનો ચેક ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાની પ્રજાને રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદ બની

admin

ગે.કા દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ

admin

Leave a Comment