27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024
ગુજરાતછોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં ધોળા દિવસે થયેલ લુટના આરોપીઓને ગણતરીના કલાકો માંજ પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઈન્ચાર્જ નાઓને સુચના કરેલ…… જે અન્વયે રવીરાજસિંહ પરમાર પ્રો.નાયબ પોલીસ અધીક્ષક નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી હકિકત મળેલ કે ગઈ કાલ બપોરના સમયે છોટાઉદેપુર (ફતેપુરા) વિસ્તારમાં આવેલ જુની આર.ટી.ઓ કચેરી સામેથી કોઈ અજાણ્યા ઇસમો ફરીયાદીના અંગ કબ્જા માંથી ચાંદીનું ભોરીયુ તથા રોકડ રૂપીયાની નજર ચુકવી લુટ કરી નાશી ગયેલ હોય જે અંગે છોટાદેપુર કમાંડ એન્ડ કંટ્રોલ તેમજ ટેકનીકલ સપોર્ટ તેમજ હ્યુમનસોસીં આધારે જાણવા મળેલ કે એક સિલ્વર કલરની હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડી રજી નંબર GJ-06-CM-0707 ની લુટ કરવામાં ઉપયોગમાં લિધેલ હોય

અને લુટ કરી બોડેલી, હાલોલ, ગોધરા, લુણવાડા, શેહરા, મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા (અરવલ્લી) સર્વોદય નગર ખાતેથી હોન્ડા સીટી ફોર વ્હીલ ગાડી સાથે ચાર ઇસમો અર્જુનભાઇ દાનાભાઈ સલાટ,ઇશ્વરભાઈ જેસિંગભાઈ ભાલીયા,પુનમભાઇ દાનાભાઈ સલાટ,રમેશભાઈ ભવાનભાઈ સોલંકીને પકડી પાડેલ પકડાયેલ ઇસમો પાસે મળેલ મુદામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદામાલ બાબતે બીલો માગતા મળી આવેલ નહી ઇસમોએ ચાદીનું ભોરીયું, રોકડ રૂપીયા છોટાઉદેપુર (ફતેપુરા) વિસ્તારમાંથી ગઈ કાલે ધોળા દિવસે લુટ કરીને લાવેલા હોવાનુ જણાવેલ જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી.૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Related posts

છોટાઉદેપુર ના રૂનવાડ ગામે માધવ માઈક્રોન્સ નામની ફેક્ટરીની અંદર કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મલાજા ગામના એક વ્યક્તિનું મોત

admin

જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી 

admin

નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી

admin

Leave a Comment