36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધોડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી કિ.રૂ.૩,૩૭,૯૪૫ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુરલોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એએલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ધંધોડા ગામના બસ સ્ટેન્ડ રસ્તા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૩૨,૪૪૫/- તથા વેગેનાર કારની કિંમત મળી કુલ કિંમત રૂપિયા ૩,૩૭,૯૪૫ મુદામાલ સાથે આરોપી અશ્વિનભાઇ ગોવિંદભાઇ રાઠવાને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના સુરખેડા ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓને માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર

admin

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા આદિવાસી સમાજના ભરત રાઠવા

admin

Leave a Comment