32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અચાનક પહોંચ્યા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની મુલાકાતે

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા આજે અચાનક છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા,જિલા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિતના આગેવાનો છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ કામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર નગરમાં ચાલી રહેલ ઓડિટોરિયમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જાતે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સાંસદ જશુભાઈ રાઠવા નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પણ ચાલતી કામગીરીનું ખુદ સાંસદે નિરીક્ષણ કર્યું હતું. અને એકલબારા ખાતે ચાલી રહેલ જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશનની કામગીરીનું પણ સાંસદ જશુભાઈ રાઠવાએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવા એ સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સારી ક્વોલિટી વાળું કામ થાય તે માટે સૂચન કર્યું હતું. અને જલ્દી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું હતું.

Related posts

એસ.ટી.બસ અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

admin

બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્યના સરકારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી.

admin

Leave a Comment