40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની ઝરી ગામનો રસ્તો વરસાદના પાણીમાં ભાંગીને ભુક્કો થઇ જતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી નથી. કોઈ બીમાર પડે તો તેને ઉંચકીને લઇ જવું પડે તેવી સ્થિતિ છે. નસવાડી તાલુકાના નાનીઝરી ગામે બે દિવસ અગાઉ મધરાત્રી એ આભ ફાટ્યું હોઈ તે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો. અને એક કલાકના વરસાદમાં ગામના તમામ આરસીસી અને ડામર રસ્તા ભાંગીને ભુક્કો કરી નાખ્યા હતા. જયારે ગામમાં આવેલ કોઝવે પણ તૂટી ગયો છે. રોડ ઉપર પથ્થરો અને માટી ધસડી આવતા ગ્રામજનો પથ્થર હટાવવા જાતે મહેનત કરી હતી. જયારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ગામે ના પહોંચતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. પાણી પુરવઠા વિભાગે પાણીની લાઈનો નાખી હતી. તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઇ ગયો છે. તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

admin

ભીખાપુરા વિસ્તારમાં પહેલીવાર ચુલી ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવ માટે સામાજિક અગ્રણીઓ ની બેઠક મળી.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભેસાવહી ગામમાં પાણીનો નિકાલ ના થતા ગ્રામજનો હેરાન પરેશાન.

admin

Leave a Comment