30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

આજથી એટલે કે 26 જૂનથી આગામી 28 જૂન સુધી સમગ્ર ગુજરાતી અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકાના સિંગલા, લુણી અને બાળવાવ પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સિંગલા પ્રાથમિક શાળાની અંદર બાલવાટિકામાં બે જેટલા બાળકો અને ત્રણ જેટલી બાળકીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં ચાર જેટલા બાળકો અને પાંચ ચાર જેટલા બાળકો અને પાંચ બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ લુની ગામે પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 10 જેટલા બાળકો અને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં પાંચ જેટલા બાળકો અને પાંચ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળવાવ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ત્રણ જેટલા બાળકો અને છ જેટલી બાળકીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને ધોરણ એકમાં ૫ જેટલા બાળકો અને બે જેટલી બાળકીઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ કલ્પેશભાઈ રાઠવા, આચાર્ય, શિક્ષકો, સી.આર.સી સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ જોડાયા હતા.

Related posts

નસવાડી મેમણ કોલોની વિસ્તારમાં શંકાસ્પદ ઇકો કારમાં દારૂનો જથ્થો મળતા ચકચાર

admin

છોટાઉદેપુર જિલ્લાની APMC બોડેલી સંસ્થા દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ ૨૦૦૦ લખવાની ઝુંબેશનું આયોજન

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારાં સાથે સુત્રચારો કરી સરકારને જગાડવા નવતર પ્રયોગ કર્યો અને વિવિધ પ્રશ્નને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

admin

Leave a Comment