છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની ઝરી ગામના લોકો સૂત્રોચ્ચાર કરી તંત્રના કાને અવાજ પહોંચે બે દિવસથી માર્ગો તૂટી ગયા છે. કોઝવે તૂટી ગયા છે. પરંતુ તંત્રના અધિકારીઓ ના આવતા નાની ઝરી ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની ઝરી ગામનો રસ્તો વરસાદના પાણીમાં ભાંગીને ભુક્કો થઇ જતા ગામમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવતી નથી. કોઈ બીમાર પડે તો તેને ઉંચકીને લઇ જવું પડે તેવી સ્થિતિ છે. નસવાડી તાલુકાના નાનીઝરી ગામે બે દિવસ અગાઉ મધરાત્રી એ આભ ફાટ્યું હોઈ તે રીતના ધોધમાર વરસાદ પડ્યો હતો. અને એક કલાકના વરસાદમાં ગામના તમામ આરસીસી અને ડામર રસ્તા ભાંગીને ભુક્કો કરી નાખ્યા હતા. જયારે ગામમાં આવેલ કોઝવે પણ તૂટી ગયો છે. રોડ ઉપર પથ્થરો અને માટી ધસડી આવતા ગ્રામજનો પથ્થર હટાવવા જાતે મહેનત કરી હતી. જયારે આ રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગનો હોવા છતાંય તંત્રના અધિકારીઓ ગામે ના પહોંચતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. પાણી પુરવઠા વિભાગે પાણીની લાઈનો નાખી હતી. તે પણ બહાર આવી જતા પાણીનો પુરવઠો પણ બંધ થઇ ગયો છે. તંત્રના અધિકારીઓ ગામની મુલાકાત લે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

