40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાના મામલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી. જેમાં 100 થી વધુ બાળકોને વોમેટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ તેજગઢની સરકારી હોસ્પિટલ અને પાવી જેતપુર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું. જ્યારે આજે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ તેઓની ટીમ સાથે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા. અને જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે જે કોઈ દોશી હશે જેના ઉપર પગલાં લેવામાં આવશે એમ સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જેતપુર પાવી વિધાન સભાક્ષેત્રની ઉજવણી ભાગરૂપે તંત્રની તડમાર તૈયારીઓ

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો.

admin

ઓરસંગ નદી માંથી ગેરકાયદેસર રીતે ટ્રેકટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી બ્રિજના પાયાને ભારે નુકશાન

admin

Leave a Comment