35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડવાના મામલે કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા એ જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ ના નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ તેઓની ટીમ સાથે પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડવાના મામલે જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. અને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.
સાથે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.આદિવાસી બાળકોને ગુણવત્તા યુક્ત ભોજન નથી મળતું, સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ અપાય છે. એમ પણ સુખરામ રાઠવા એ જણાવ્યું હતું. અને તટસ્થ તપાસ થાય તેવી પણ સુખરામ રાઠવા એ માંગ કરી હતી. અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ 65 ટકા જેટલો ભરાયો

admin

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ છોટાઉદેપુર દ્વારા રાણી અહલ્યાબાઈની ૩૦૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

admin

રેતી ખનન અટકાવવા સરપંચ અને ગ્રામજનો નદીના રસ્તા ખોદી નાંખ્યા

admin

Leave a Comment