40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ 65 ટકા જેટલો ભરાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે. અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓ માંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું છે. જ્યારે ટકાવારીની વાત કરીએ તો 65.42 ટકા જેટલું છે. જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઇનું પાણી મળે છે..આ સુખી ડેમનો વિશાળ પટ છે. 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.

Related posts

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા બોડેલી ખાતે ત્રિ-દિવસીય ઝોનલ કક્ષાનો એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ

admin

ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર

admin

શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્ન નું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું

admin

Leave a Comment