27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં થઈ લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. લાબો ચકરાવો ના લગાવતા રાહદારી શોર્ટકટ અપનાવી જીવને જોખમ માં મૂકી રહ્યા છે.

બે વર્ષ પહેલા પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરથી પસાર થતો નેશનલ હાઈવે નબર 56 ઉપરનો બ્રિજ બે વર્ષ પહેલા ધરાશાઈ થયો હતો. જેને લઇ તંત્ર દ્વારા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો. રસ્તો બંધ થતા રાહદારીઓને છોટાઉદેપુર થી બોડેલી તરફ જવા આવતા 40 કિમીનો ચકરાવો લગાવો પડી રહ્યો છે. નદીના એક કિનારી શીહોદ ગામ છે. જે ગામના લોકોને સામે કિનારે આવેલ રાસલી ગામ કે જે એક કિમીના અંતરે આવેલ છે. જ્યાં જવું હોય તો પણ 1 કિમીની જગ્યાએ 40 કિમીનો ચકરાવો લગાવવો પડતો હોય લોકો શોર્ટ કટ અપનાવી રહ્યા છે. કેટલાક લોકો ચાલતા તો કેટલાક લોકો પગપાળા નદીના સમધામસતા પ્રવાહમાં રહી માર્ગ પસાર કરે છે. એ એક રીતે જીવ ના જોખમ લોકો ખેડી રહ્યા છે.

બોડેલી થી છોટાઉદેપુરને મધ્ય પ્રદેશ તરફ જવા માટે હજારોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોઈ છે. પરંતુ માર્ગ બંધ થતા કેટલાક લોકો ખૂબ મોટો ચકરાવો લગાવવા મજબૂર બન્યા છે. માર્ગ બંધ થતા કેટલાક લોકો તૂટેલા બ્રિજથી અંજાન હોઈ બ્રિજ સુધી આવી તો જતા હોઇ છે. ત્યારે ફરીથી તેમણે લાબો ચક્કર ના લગાવવો પડે તે માટે નદીના પટમાં લોકો અવર જવર કરતા હોઈ ત્યાં પહોંચે પણ પરંતુ જોખમ લગતા પરત જવું વધુ હિતાવહ સમજે છે.

પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં પાણીનો સતત પ્રવાહ વહે છે. મધ્ય પ્રદેશમાં વરસાદ થાય તો પણ આ નદીમાં પાણી આવી જતું હોઈ છે. અને વધુમાં આજ નદીમાં સુખી ડેમના પાણી પણ છોડવામાં આવે છે. જો અચાનક નદીમાં પાણી આવી જાય તો એ વિચારે પણ કમકમા આવી જાય. નદીના પટ ખૂબ વિશાળ છે. નદીના પ્રવાહ માંથી બાઇક સવારો અને પગપાળા રસ્તો કાપીને નદીના ખુલ્લા પટની રેતીમાં થઈને પણ પસાર થવું પડે છે. કેટલીક વાર નદીના પટમાં વાહનો પણ બંધ પડી જતા હોઈ છે. પણ રાહદારી ઓનું કહેવું એ છે, કે એ અમારી મજબૂરી છે. વૈકિલ્પક રસ્તો જે ડાયવર્જન બનાવે તેવી લોકો તો માંગ કરી રહ્યા છે. પરંતુ તંત્ર ફરી ડાયવર્જન બનાવે તેવી તૈયારીમાં નથી કેમ કે બે વર્ષમાં બે વખત ડાયવર્જનમાં સાડા છ કરોડના ખર્ચ કર્યો પરંતુ પાણીનો એટલો પ્રવાહ હોઈ છે, કે ડાયવર્જન ટકી શકે તેમ નથી.

Related posts

સંખેડા ખાતે 24 ગામ રાણા સમાજ પ્રેરિત છઠ્ઠા સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો

admin

નસવાડી જૂથ ગ્રામપંચાયત વિસ્તારમાં ગટરોની સફાઈ ન થતા ગ્રામજનોને જાતે જ આગળ આવવું પડ્યું

admin

આદિવાસી જિલ્લો છોટાઉદેપુરમાં આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી

admin

Leave a Comment