30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

એસ.એમ.દવે હાઇસ્કુલ શિયાણી ખાતે વાલીઓ સાથે વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એમ.દવે હાઇસ્કુલ ખાતે 360 ડિગ્રી અંતર્ગત નવા અભ્યાસક્રમ અને નવી શિક્ષણનીતિ 2020 નાં ભાગરૂપે આજે વાલીઓ સાથે વિચારોનાં આદાન-પ્રદાનનો કાર્યક્રમ યોજાઈ હતો.
જેમાં નવી શિક્ષણનીતિ,વ્યવસાયલક્ષી શિક્ષણ અને બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેના વિવિધ પ્રયોગો અને પ્રયાસો કરવા માટે માત્ર ને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ઈત્તર પ્રવૃત્તિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા બાળકની ઊર્જાને વધુ તેજસ્વી બનાવવા વાલીઓ સાથે વિચારોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વાલીઓ સાથે ઘરના વાતાવરણને વધુ સુમેળવાળું બનાવવા અને મોબાઈલથી મુક્ત કરવા માટે સમજુત કરીને વિશિષ્ટ શક્તિઓને ઉજાગર કરવા માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચેનો સમન્વય વધુ મજબૂત બને તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એ.કે.સોનગરા દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો.હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

ચુડામાં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા

admin

ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડની બાજુએ ગટરલાઈનનું કામ યુધ્ધનાં ધોરણે આરંભ્યું.હાલાકી વેઠવી હવે થશે ભૂતકાળ.

admin

Leave a Comment