27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડામાં ચોમાસાની શરૂઆતની સાથે જ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા

ચુડા શહેર પાસે પસાર થતી વાંસળ નદીનાં તટ પર ગયા વર્ષે પુર સરક્ષણ દિવાલ તૂટવાની ઘટના બની હતી.

ચોમાસાની શરૂઆતથી જ ચુડાનાં વાંસળ નદી પર આવેલો ડેમ ઓવરફ્લો થતાં નદી તટ પર વસવાટ કરતાં મફતિયાપરાનાં વિસ્તારો પાણીમાં ગળકાવ થઈ ગયા હતા.

ત્યારે ગત ચોમાસામાં મફતિયાપરા વિસ્તાર પાસેની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી તે સંરક્ષણ દિવાલ તૂટવાનો ઘણો સમય વીતી ગયા છતાં દીવાલનું નવીનીકરણ કે સમારકામ કરવામાં આવ્યું નથી જેના અભાવે ચોમાસામાં વાંસળ નદીનું પાણી મફતિયાપરા વિસ્તારમાં ઘૂસી જવાની ભીતી સેવાઈ રહી છે.

ત્યારે સ્થાનિક રહીશોમાં પાણી ઘૂસી જવાનો ડર સતાવી રહ્યો છે.અને વાંસળ ડેમ ઓવરફ્લો થયો છે અને નદી કિનારે સંરક્ષણ દિવાલ નહીં હોવાથી ગમે તે ઘડીએ પાણી ઘરોમાં ઘૂસી જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ અંગે તાત્કાલિક અસરથી સરક્ષણ દિવાલ બનાવે તેવી લોક માંગ ઉઠી છે.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ માં smc દ્વારા રેડ કરવામાં આવી

admin

ચુડા તાલુકાનાં છલાળા ગામની રેશનકાર્ડની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા.

admin

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં જન્મદિવસ નિમિત્તે ચુડા તાલુકા યુવા મોરચાની ટીમ દ્વારા ચોકડી ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ

admin

Leave a Comment