30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાત મેહનત જિંદાબાદ આવનાર પૂર થી બચવા માટે નાગરીકો જાતે જતરાપો બનાવી તેની પૂજા અર્ચના કરી

વડોદરામાં ગત વર્ષે ત્રણ વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા. જેનો ભય આજે પણ લોકોને સતાવી રહ્યો છે. ત્યારે હવે શહેરમાં ચોમાસું બેસવાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર ના સયાજીગંજ પરશુરામ ના ભઠ્ઠા વિસ્તાર ના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપા ની પૂજા કરી હતી, કદાચ ગુજરાત માં આવી પહેલી ઘટના હશે કે આગવા આયોજન ના ભાગ રૂપે સ્થકનિકો દ્વારા તરાપા ની પૂજા અર્ચના કરી નારિયેળ વઢેર્યુ હોય, કદાચ નવાઈ લાગશે કે તરાપા ની પૂજા કેમ તો દર્શકઃ મિત્રો આપણે જણાવી દઈએ કે ગત વર્ષે વડોદરા માં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તાર ના લોકો માટે તરાપો જ બચાવ નું સાધન હતો, જેથી આ વખતે ના કરે નારાયણ પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકો ના બચવાં માટે નું સાધન બને તે માટે આજે તરાપા ની પૂજા કરી હતી, સ્થાનિકો નો આક્ષેપ છે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ના હતી ત્યારે તેમને 10 થી 12 ભરાયેલા પાણી અને મગરો થી સુરક્ષિત બહાર નીકળવા માટે એક માત્ર તરાપોજ હતો, જેથી સ્થાનિકો દ્વારા આજે તરાપાનું પૂજન કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવા નો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો જે ચોકાવનારી વાત છે,

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું, સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. જે અમે આજે પણ ભૂલ્યા નથી, વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે. ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન્હતી. જેથી આ વખતે પણ પાલિકા તંત્ર ની યોગ્ય મદદ ના મળી તો ફરી મુશ્કેલીઓ ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપા નું પૂજન કરવા માં આવ્યું હતું,

Related posts

ડભોઈ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવાને ચાડી ખાતી તસવીરો સામે આવી

admin

પ્રતાપ નગર પોલીસ હેડ ક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારન ગોડાઉનમાં આગ

admin

વડોદરા નવરાત્રી મહોત્સવમાં 25 હજાર ગરબા ખલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું

admin

Leave a Comment