Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

સંકલનની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ ડેડીયાપાડા વચ્ચે બબાલ

ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટી કાર્યવાહના આયોજનની સંકલનની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ ડેડીયાપાડા વચ્ચે બબાલ

પ્રાંત કચેરીમાં બબાલ થયા બાદ ધારાસભ્ય દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયા પરંતુ એમને જ આરોપી બનાવીને પોલીસ દ્વારા જિલ્લા મથકે લઈ જવાતા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું
આ તમામ ઘટના દરમિયાન ધારાસભ્ય ચૈત્રર વસાવા ને પોલીસ સ્ટેશનમાં જ બે થી ત્રણ કલાક રાખવામાં આવ્યા હતા તેમના પત્ની ઓ કાર્યકરો કે તેમના વકીલને પણ મળવા ન દેવાથી મામલો વધુ ગરમાયો હતો અને પોલીસ દ્વારા ધારાસભ્યને બળજબરી થી જિલ્લા મથકે લઈ જવા હતા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું

આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે પ્રાંત કચેરી ખાતે એટીવીટી કાર્યવાહ આયોજન મંડળની મીટીંગ હોવાથી ડેડીયાપાડા ધારાસભ્ય સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ ડેડીયાપાડા સાગબારા ના ટીડીઓ અને અન્ય એક્ટિવિટીના સભ્યો હાજર હતા તે દરમિયાન ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન ની સામે અસભ્ય વર્તન કરતા રોકવામાં આવ્યા હતા અને તે બાબતે ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે બોલા ચાલી થતા ધારાસભ્ય દ્વારા સંજય વસાવા પર મોબાઈલ અને કાચના ગ્લાસ દ્વારા હુમલો કરાતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

બંને પક્ષ દ્વારા એફ આર આઇ નોંધાવવાની તજવીજો હાથ ધરવામાં આવી છે પરંતુ કોની એફઆરઆઇ થઈ છે એ હજુ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું નથી

Related posts

ડેડીયાપાડા તાલુકામાં ટ્રાફિક માર્ગ સલામતી મહિના” અંતર્ગત લાયસન્સ કઢાવવા સેમીનાર યોજતી નર્મદા પોલીસ

admin

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડા ની દોડ કેમેરામાં થઈ કેદ

admin

“એક પેડ મા કે નામ” કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમક રીતે તંત્રની પોલ ખોલી

admin

Leave a Comment