43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન

સમય: સાંજે ૦૬:૦૦ વાગ્યે, સ્થળ: કોન્સર્ટ હોલ, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, વડોદરા

વિશ્વવિખ્યાત વડોદરા સંગીત સંસ્કૃતિની અનમોલ ધરોહર ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ આ વર્ષે પોતાના ગૌરવશાળી ૧૩૯ વર્ષ પૂર્ણ કરી રહી છે. ૧ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ એક નાનકડા ઓરડામાં શરૂ થયેલી ગાયનશાળા આજે સંગીત શિક્ષણનું એક વિશાળ કેન્દ્ર બની ગઈ છે.

આ ઐતિહાસિક ક્ષણના અવસરે, ફેકલ્ટીના પ્રણેતા સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી, ભારતીય સંગીતના વિશ્વદૂત સૂફી હજરત ઇનાયત ખાનની પવિત્ર સ્મૃતિમાં ‘સંગીતરત્ન મૌલાબક્ષ તથા સૂફી હજરત ઇનાયત ખાન ટ્રસ્ટ’ તથા ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક – ઇન્સ્ટ્રુમેન્ટલ (સિતાર, વાયોલિન) ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય શાસ્ત્રીય સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, સૂફી હજરત ઇનાયત ખાન ફેકલ્ટીના પ્રથમ શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા, જેમણે સુવર્ણપદક સાથે ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ અહીં શિક્ષક તરીકે સેવા આપ્યા બાદ ભારતીય શાસ્ત્રીય સંગીતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર રાજદૂત તરીકે પ્રસિદ્ધિ પામ્યા.

આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત વાદ્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ‘યમની સંવાદ’ નામની વૃંદવાદન રોચક પ્રસ્તુતિથી થઈ, જેની રચના અને સંચાલન વિભાગના પ્રતિષ્ઠિત અધ્યાપક શ્રી ફેનિલકુમાર સોની દ્વારા કરવામાં આવ્યું.

આપણે સૌના ગૌરવ સમાન પંડિત વિજયકુમાર સંત તથા ઉસ્તાદ અસગર હુસૈન ખાન ની જુગલબંધી દ્વારા રાગ ચારૂકેશી તેમજ પહાડીમાં પોતાની અદ્વિતીય અને મધુર શાસ્ત્રીય પ્રસ્તુતિઓ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા.

સંગીત સભાને વધુ ગહન અને ઊંડી લાગણીભરી બનાવતા શ્રી દ્વિજ ગંધર્વ (ફેકલ્ટીના અધ્યાપક) તથા શ્રી મિલન દોડિયા (રિસર્ચ સ્કોલર) ના તબલા સંગતના લયબદ્ધ તાલમેળે મંચ પર દિવ્ય સૂર સર્જાયા.

આ વિશિષ્ટ સંગીતસભા મહાન ગુરુજનોને સમર્પિત રહેલી અને તેમની અમર યાદોને નવેસરથી જીવંત કરી દેતી સંસ્મરણીય રહી.

Related posts

નર્મદા વસાહતના વિકાસ મુદ્દે રાજકારણ ગરમાયું: મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પર પ્રહાર કર્યો

admin

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત કરવામાં આવતા વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા ડેરી ડેન સરકાર પાસે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

admin

વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોશી દ્વારા વકફ બિલ પર સ્પષ્ટતા

admin

Leave a Comment