31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોમાંગરોળ

માંગરોળ સ્વામી વિવેકાનંદ ઇંગલિશ મીડિયમ સ્કૂલ ખાતે આનંદ મેળાનો રંગારંગ આયોજન

માંગરોળ સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ ઇંગલિશ મીડિયમ સ્કૂલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આનંદ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરાયેલા ફૂડ સ્ટોલ, ગેમઝોન સહિતના વિવિધ આકર્ષક સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકો સાથે વાલીઓ અને મહેમાનોને પણ અનોખો અનુભવ મળ્યો હતો. નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું હતું અને કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

આનંદ મેળા દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને ટીમવર્કનો વિકાસ થાય તેવો હેતુ સફળ રહ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલ વચ્ચે સુચારૂ રીતે પૂર્ણ થયો હતો.

Related posts

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો.

admin

વિસાવદર ખાતે આઈ ભક્ત માતાજીના આરાધકની અનોખી ઉપાસના

admin

વિસાવદર ખાતે મોહરમ તાજીયાનો ભવ્ય ઉજવણી

admin

Leave a Comment