43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર ટ્રાફિક અન્વયે જીઆરડી જવાનોની સરાહનીય કામગીરી

વિસાવદર તાલુકામાં મુખ્ય બજારો ની અંદર રોડના કામ ચાલુ હોવાથી સતાધાર મોટી મોણપરી તરફ જતા વાહનોને ભારે મુશ્કેલી પડતી હોય અને વિસાવદર રામ મંદિર ચોક થી મામલતદાર ઓફિસ રોડ ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવેલો હોય તે દરમિયાન સતાધાર તરફ જતા તમામ વાહનો માટે એ તરફ જવાનો આ એક જ શોર્ટકટ રસ્તો હોવાથી વિસાવદર પોલીસ સ્ટેશનથી લઈ હનુમાન પરા વિસ્તાર સુધી સાંકડી ગલીઓને કારણે ભારે ટ્રાફિક થતો હોય છે જેને ધ્યાને રાખી વિસાવદર ટ્રાફિક પોલીસ દ્વારા જી આઇ ડી જવાનો તેમજ અન્ય સ્ટાફ ની પણ અહીંયા કામગીરી સોંપવામાં આવેલી હોય છે ત્યારે આજે ધૂમ ધકધકતા તડકા અને અસહ્ય ગરમી વચ્ચે વિસાવદર રામ મંદિર ચોક ખાતે જી.આર.ડી જવાનો દ્વારા જે ટ્રાફિક સર્જાય છે તેને ખૂબ જ શાંતિપૂર્ણ સમજાવટથી વાહન ચાલકોના વાહનોને વ્યવસ્થિત રીતે ટ્રાફિક નિયમો સાથે પસાર કરવામાં આવે છે આજે મીડિયા દ્વારા રૂબરૂ મુલાકાત લેતા જોવા મળેલ કે અહીંયા ફરજ પર રહેલ જીઆરડી જેવાન ચંદ્રેશભાઇ આર. વાવેચા તથા મજુલા બેન ભાસા તથા દયા બેન વાઘ વગેરે જી આર ડી જવાનો અસહ્ય ગરમી વચ્ચે ટ્રાફિક માં પોતાની ફરજ બજાવી રહ્યા હતા જે જી આર ડી ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ ઉમદા કાર્ય અને પ્રશસનીય કાર્યો છે જ્યારે આ લોકો ને સરકાર તરફથી ખૂબ જ ઓછું મહેનતાણું મળી રહ્યું હોવા છતાં પોતે પોતાની પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે તો તેમની કામગીરી ધ્યાને લઈ સરકારશ્રીએ વિચારણા કરવી જોઈએ તેવી લોક માગણી જોવા મળી રહી હતી રિપોર્ટર : શ્યામ ચાવડા, વિસાવદર

Related posts

વિસાવદરમાં મેઘરાજાની મહેર સર્વત્ર વરસાદી માહોલ

admin

ડૉ.બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લાયન્સ કલબ વિસાવદર દ્વારા ચતૃવિધ કાર્યક્રમોનું આયોજન

admin

વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સૈનિકોના સમર્થનમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન.

admin

Leave a Comment