વિસાવદર : ભારતનાં બંધારણના શિલ્પી અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે લાયન્સ કલબ વિસાવદર દ્વારા ચતૃવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ તથા ઝોન 11ના ઝોન ચેરપર્સન લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે આ કાર્યક્રમો યોજાયા.
કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબની સ્પર્ધાઓ યોજાઈ હતી:
નિબંધ લેખન સ્પર્ધા
ચિત્રકલા સ્પર્ધા
વક્તૃત્વ સ્પર્ધા
ગીત-સંગીત સ્પર્ધા
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દરેક વિભાગના તમામ સહભાગીઓને લાયન્સ કલબ વિસાવદર તરફથી પ્રોત્સાહિત પુરસ્કાર, સન્માનપત્ર તથા લાયન્સ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા.
લાયન્સ વર્ષ 2025/26 ના સ્લોગન “Need Based Service Plus” ને સાકાર કરવા લાયન્સ કલબ વિસાવદર દ્વારા કરવામાં આવેલ આ ઉમદા સેવા પ્રયાસ પ્રશંસનીય ગણાયો.

