વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિવિધ દિન વિશેષની ઉજવણી — વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારના બીજ વાવવામાં આવ્યા
વિસાવદર : લાયન્સ કલબ વિસાવદર દ્વારા તાજેતરમાં વિવિધ દિન વિશેષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કલબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ કલબના પ્રેસિડેન્ટ તથા ઝોન ચેરપર્સન (ઝોન–11) લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, રાવણી (કૂબા) પ્રાથમિક શાળા અને માંડાવડ સરકારી પ્રાથમિક શાળા સહિતની વિવિધ શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના દિન વિશેષ ઉજવાયા:
નેલ્સન મંડેલા પુણ્યતિથિ
રઘુવીર ચૌધરી જન્મદિવસ
ઈચ્છારામ દેસાઈ પુણ્યતિથિ
દુલિપસિંહજી પુણ્યતિથિ
વિશ્વ માટી દિવસ
આ પ્રસંગોને અનુરૂપ દરેક શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધાઓ યોજાઈ હતી. તમામ સહભાગી વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર તરફથી પ્રોત્સાહિત પુરસ્કારો તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લાયન્સ વર્ષ 2025–26 ના સ્લોગન “Need Based Service Plus” ને સાર્થક બનાવવા માટેનો આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો.

