વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકે એક સગીર બાળા સાથે છેડતી ની ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં આવેલા વિદ્યાલય એજ્યુકેશન કેરમાં અભ્યાસ કરતી સગીરા બાળા સાથે ગેરવર્તન ની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે જેમાં આજ સંસ્થા સાથે કામ કરતા વિક્રાંત રાવત ઉંમર વર્ષ 42,રહે પ્રણવ સોસાયટી તુલસીધામ સોસાયટી માંજલપુર વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. બી.એમ.એસ ની કલમ 74,75(2) બાળ રક્ષણ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની તપાસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે જે સંસ્થા ખાતે આ ઘટના બની છે તેના સંચાલક ઉત્સવ ચોકસી એ મીડિયા માધ્યમમાં સમક્ષ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ વિરોધ દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કરી હતી….
તો ભોગબનનારના પરિવારજને પણ મીડિયા સામે આવીને આ ઘટના અંગે જાણકારી આપી પોલીસ કડક કાર્યવાહી કરી તેવી માંગ કરી છે

