Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા દ્વારા જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશન

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) વડોદરા દ્વારા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં પુષ્ટિ બ્લીઝ એક્ઝિબિશન બે દિવસ માટે થવા જઈ રહ્યું છે


વ્રજધામ આધ્યાત્મિક સંકુલએ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ* જેમાં ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્યમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વના ઉપલક્ષમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા ના બધા જ ઝોન દ્વારા આયોજિત સંયુક્ત ઉપક્રમે બે વર્ષની ભવ્ય સફળતા બાદ ફરીથી લાવી રહ્યું છે પુષ્ટિ બ્લીસ એક્ઝિબિશન* જેમાં ઘરે બેઠા જે લોકો નાનો મોટો બિઝનેસ કરતા હોય એમને એક પ્લેટફોર્મ મળી શકે તેવા ઉદ્દેશથી તથા એકબીજાને મદદરૂપ થવાના સારા ઉદ્દેશથી આ સુંદર આયોજન જેમાં સેવાના અને પુષ્ટિમાર્ગના શૃંગારના સ્ટોલ તેમજ આભૂષણ, ચણિયાચોલી, હેન્ડ પેઇન્ટિંગ પિછવાઈ, બેડશીટ, પર્સ તથા બીજી અન્ય વસ્તુઓના સ્ટોલનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

સાવલીમાં હિન્દૂ ધર્મરક્ષા સમિતિ દ્વારા શ્રી રામ નવમી નિમિતે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંત સ્પર્ધાનું વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યુ

admin

વડોદરાના આજવા રોડ ઉપર દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ અને લોકો વચ્ચે ઘર્ષણ

admin

Leave a Comment