27.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024
ગાંધીનગરગુજરાતગુજરાત

મુખ્યમંત્રીની પાન પડીકી મામલે ટકોર, ડેપ્યુટી મેયર એ ઓફિસ બહાર લગાવ્યું બેનર.

આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સરકારી ઇમારતો પાસે પાન પડીકી ખાઈને પિચકારી મારતા સખ્શો અને ઓફિસમાં પાન પડીકી ખાતા લોકો મામલે ટકોર કર્યા બાદ વડોદરાના ચિરાગ બારોટ દ્વારા પાન પડીકી ખાઈને ઓફિસમાં આવવું નહીં તેવું બેનર લગાવ્યું હતું.

ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક સમાચાર પત્રનો અહેવાલ ટાંકીને જણાવ્યું હતું કે સરકારી ઓફિસમાં પાન પડીકી ખાઈને ન આવવું જોઈએ અને ગમે ત્યાં પિચકારી ન મારવી જોઈએ. આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી મેયર પિન્કી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત હતા ત્યારે ચિરાગ બારોટ એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવામાં આવી છે કોઈ સૂચના આપવામાં આવી નથી જેથી મને એવું લાગ્યું કે આ મામલે મારે પણ મારી ઓફિસ બહાર આ પ્રકારની જાગૃતિ ફેલાવવી જોઈએ જેથી પાન પડેકી ખાઈ ને આવવું નહીં તેવું બેનર લગાવ્યું છે.

Related posts

એમ એસ યુનિવર્સિટીમા વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે નવનિયુક્ત સાંસદને રજૂઆત

admin

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

admin

વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી

admin

Leave a Comment