36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

કોંગ્રેસ નેતાઓએ આદિવાસી સમાજના બાળકો સાથે શિક્ષણ બાબતે અન્યાય થતો હોવાના મુદ્દા સાથે છોટાઉદેપુર કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું

છોટાઉદેપુરમાં પાંચ દિવસ પહેલા પુનિયાવાંટ ગામે નજીક આવેલ રેસીડેન્સી શાળાના 116થી વધુ બાળકો બીમાર પડ્યા જેને લઇ હવે રાજકીય અખાડો બની ગયો છે. વિપક્ષના નેતાઓ સ્કૂલ પર પહોંચી અને સ્કૂલની બેદરકારીને લઇ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જે બાળકો બીમાર પડ્યા તેનું કારણ વાયરસ ઇન્ફેક્શન ગણાવી રહ્યા છે. ત્યારે આજ સ્કૂલની મૂલાકાતે પહેલા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા અને ત્યારબાદ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. જ્યાં તેમને હિન્દી ભાષી શિક્ષકો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.જે બાળકોને પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે જે ગુજરાતીના છે. શિક્ષકોને જો ગુજરાતી ભાષાનું જ્ઞાનના હોઈ તો કેમ કરીને બાળકોને ભણાવશે. આજ રોજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ કલેકટરને સૂત્રોચાર સાથે આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની હાલત બદથી બદતર બની છે. સ્કૂલમાં વાલીઓની સમતી બનાવવામાં આવે. ભોજનની સામગ્રીનો કોન્ટ્રાકટ સ્થાનિક ખેડૂત કે વેપારીને આપવો જોઈએ ગુજરાતી ભાષાના જાણકાર શિક્ષકોની નિમણુક કરવી જોઈએ બાળકોના શિક્ષણ માટે ઓરડાની અછત છે. ઓરડાઓની વ્યવસ્થા કરવી જોઈએ જે શાળા ની હોસ્ટેલો છે. તેને રીનોવેશન કરાવવું જોઈએ દૂર દૂર થી આવતા વિદ્યાર્થીઓ માટે જે હોસ્ટેલો બનાવવામાં આવ્યા છે. તેનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકતા નથી. કારણ કે હજુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થિનીઓ માટે જે સાયકલો ખુલ્લા ખેતરમાં પડી રહી છેm તેનું વિતરણ કરવામાં આવે નહિ તો આ સાયકલોનું વિતરણ તેઓ કરી નાખશે આવા અનેક મુદ્દાને લઇ કોંગ્રેસે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને ચીમકી પણ ઉચ્ચારી કે જો આ તમામ મુદ્દાનો ત્વરિત નિકાલ નહી આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ૧૫મી ઓગસ્ટની તડામાર તૈયારીઓ જિલ્લા કક્ષાના ૭૯માં સ્વતંત્ર્ય દિનની ઉજવણી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના હરખપુર ગામે વન વિભાગે દીપડાનુ સફળ રેસ્ક્યુ કર્યું હતું.

admin

સંખેડા ખાતે 24 ગામ રાણા સમાજ પ્રેરિત છઠ્ઠા સમૂહ લગ્ન ધામધૂમથી ઉજવાયો

admin

Leave a Comment