વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રિ મોનસુન કામગીરી લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર ચાંપાનેર દરવાજા પાસે જર્જરી ઇમારતને નોટિસ આપીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એકાએક પોલીસ પ્રોટેશન સાથે દુકાન માલિકે દુકાન ખોલતા વિવાદનો વંટોળો જોવા મળ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે વોર્ડ નંબર 14 ના નગરસેવક ને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર તરત જ દોડી આવ્યા હતા અને પાલિકા દ્વારા અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈટ પાણી ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર 14 ના નગરસેવકે દુકાનદાર સાથે ચર્ચા કરી હતી કે વડોદરા મહાનગરપાલિકાની તમામ બાંધકામ અંગેની મંજૂરી મેળવી દુકાન શરૂ કરવા સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આગામી દિવસમાં ગણેશ મહોત્સવ આવી ગયો હોય અને મોટી સંખ્યામાં ગણેશ જીની શોભાયાત્રા સાથે ડીજે નીકળતા હોય છે ત્યારે જો આ ઈમારત ધરાશાયી થાય અને ભક્તો ને ઈજા કે જાન હની થાય તો જવાબદાર કોણ ?

